મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

રાજુ એન્જીનિયરીંગને સંશોધન - વિકાસ કેન્દ્ર માટે મંજુરી

૨૦૧૮માં કરવેરા પછીનો નફો ૬.૯૦ કરોડ જાહેર

મુંબઇ તા. ૧૫ : રાજુ એન્જીનીયર્સ લિમિટેડ (BSE ૫૨૨૨૫૭), ભારતના એકસ્ટ્રૂશન મશીન ના અગ્રણી ઉત્પાદક છે અને વિવિધ પ્રોસેસિંગ મશીન ના ઉત્પાદન માં ત્રણ દાયકા નો અનુભવ ધરાવે છે. તેને આ ત્રિમાસિક અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ ના પૂર્ણ થતા ૯ મહિના ના પરિણામ જાહેર કર્યા છે. આ આંકડા હિસાબી માર્ગદર્શિકા પ્રમાણે છે. આર્થિક વર્ષ ૨૦૧૮ ના ત્રીજા ત્રિમાસિકમાં આવક રૂ. ૪૬.૯૭ કરોડ થઇ જે ગત ત્રિમાસિક માં રૂ. ૧૬.૧૪ કરોડ હતી. આર્થિક વર્ષ ૨૦૧૮ ના ત્રીજા ત્રિમાસિક માં કર-વેરા બાદ કર્યા પહેલા નો નફો રૂ.૯.૫૬ કરોડ નોંધાવ્યો જે ગત ત્રિમાસિક માં રૂ. ૧.૩૭ કરોડ હતો. એ થી EBITDA ની માર્જિન માં ૨૦.૩૫% નો સુધારો થયો.  આર્થિક વર્ષ ૨૦૧૮ માં કર-વેરા પછી નો નફો રૂ. ૬.૯૦ કરોડ થયો જે ગત ત્રિમાસિક માં ૦.૫૧ કરોડ હતો.

કંપની ને પોતા ના રાજુ ઇનોવેશન સેન્ટર નામ ના સંશોધન અને વિકાસ કેન્દ માટે ભારત સરકાર ના વૈજ્ઞાનિક અને ઉદ્યોગીક સંશોધન વિભાગ (DSIR) દ્વારા માન્યતા મળી છે. કંપની જર્મન ઉત્પાદકો પાસે થી ચાર નવા, ઉચ્ચ તકનીકી અદ્યતનતા ધરાવતા ૫ એકિસસ વાળા મશીન લીધા છે. આ વિષે રાજુ એન્જીનીયર્સ લિમિટેડ ના એકઝેકયુટીવ ડાઈરેકટર ખુશ્બુ ચંદ્રકાન્ત દોશી નું કહેવું છે કે 'અમને અમારા ત્રિમાસિક પરિણામો જાહેર કરતા ખુબ આનંદ થાય છે. અમારી ઊંચી ગુણવત્તાના ઉત્પાદનોના વેચાણના લીધે અમે ઊંચો વધુ નફો નોંધાવી શકયા છે. સાથે અમને ભારત સરકાર ના વિજ્ઞાનિક અને ઔદ્યોગિક વિભાગ તરફ થી માન્યતા પણ પ્રાપ્ત થઇ છે. અમે અમારા જરૂરી કોમ્પોનેન્ટનું ઉત્પાદન ખૂબ ચોકસાઈથી ખુદ બનાવીયે છે. જેના કારણે અમારી આવક માં વધારો થશે અને ભારત, અમેરિકા, પેસિફિક એશિયા અને મધ્ય-પૂર્વ એશિયાની બજારોમાં વિકસવા મળશે.'(૨૧.૧૧)

 

(11:23 am IST)