મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

BSNLનો મોટો ધમાકો, ૯૯૯ રૂપિયામાં આખા વર્ષનો ડેટા, ફ્રી કોલિંગ

નવી દિલ્હી તા. ૧૫ : સરકારી ટેલિકોમ કંપની BSNLએ એક મોટો ધમાકો કરતા ગ્રાહકોને માત્ર ૯૯૯ રૂપિયામાં એક વર્ષ માટે રોજનો ૧ ઞ્ગ્ ડેટા આપી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં ૬ મહિના સુધી અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા આપવામાં આવી રહી છે. રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકને પ્રથમ ૧૮૧ દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને રોજના ૧૦૦ ફ્રી એસએમએસ મળશે. ત્યારબાદ કોલિંગ અને SMS માટે ચાર્જ લાગશે અને ઈન્ટરનેટ ૧ વર્ષ સુધી ચાલતુ રહેશે.

જણાવી દઈએ કે, કંપનીએ તાજેતરમાં જ યૂઝર્સ માટે KOOL ઓફર રજૂ કરી હતી. આ ઓફર પ્રીપેડ યૂઝર્સ માટે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ ડેઈલી લિમિટ નથી. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગની સર્વિસ પણ મળી રહી છે. આ ઉપરાંત તેમાં રોમિંગમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પેકમાં રોજના ૧૦૦ ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યા છે. ૧૦૯૯ રૂપિયાના આ પ્લાનમાં ૩ઞ્ ડેટા મળશે અને તેની વેલિડિટી ૮૪ દિવસની છે.

આ ઉપરાંત કંપનીએ રિચાર્જ પર ૫૦ ટકા કેશબેકની ઓફર પણ આપી છે. આ ઓફર અંતર્ગત ૧૦૦ રૂપિયાનું રિચાર્જ કરવવા પર ૫૦ રૂપિયાનું કેશબેક મળશે. મેકિસમમ કેશબેક ૭૫ રૂપિયા રહેશે. આ ઓફરનો લાભ લેવા માટે ફોન પરથી રિચાર્જ કરાવવું પડશે.(૨૧.૭)

(4:30 pm IST)