ફિલ્મી હીરોના ગીતોને આધારે પ્રેમીઓના પ્રકાર
બોલીવુડની કેટલીક ફિલ્મોના હીરો પર ફિલ્માવાયેલા ગીતોને આજના પ્રેમીઓ સાથે કઇ રીતે સરખાવી શકાય, કેવા-કેવા પ્રકારના પ્રેમીઓ હોય તેની રમૂજ ભરી કલ્પના અહિ રજૂ કરી છે.
. હમ-દોનાના કેપ્ટન દેવાનંદ જેવા પ્રેમીઓ માટેઃ- અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહિ (આજના યુગમાં પણ આવા પ્રેમીઓ અસ્તિત્વ ધરાવે છે)
. રિતીક રોશન જેવા પ્રેમીલાઓ માટે :- ચાંદ, સિતારે, ફુલ ઔર ખુશ્બ....
(હંમેશા તાજી કળીઓ તરફ આકર્ષાતા ભમરા જેવા પ્રેમીઓ ઘણા હોય)
. રણબીર કપુર જેવા પ્રેમીઓ માટેઃ- બચના એ હસીનો લો મૈં...
(આવા પ્રેમીઓથી ભગવાન સોૈને બચાવે)
. શાહરૂખ ખાન જેવા પ્રેમીઓ માટેઃ- જાદૂ તેરી નજર...તું હા કર યા ના કર...
(ધરાર પ્રેમીઓનો પણ સમાજમાં તોટો નથી)
. સલમાન જેવા પ્રેમીઓ માટેઃ- તડપ તડપ કે ઇસ દિલ સે આહ...
(આવા પ્રેમીઓ હમેંશા પ્રેમ માટે તડપતા જ રહે છે)
. અજય દેવગણ જેવા પ્રેમીઓ માટેઃ- દિલ તો બચ્ચા હૈ જી...
(આવા પ્રેમીઓને પ્રેમ માટે ઉમરનો બાધ નડતો નથી)
. ઇમરાન હાસમી જેવા પ્રેમીઓ માટેઃ- ભીગે હોઠ તેરે...પી ઇ ઇ ઇ લું , તેરે...
(હોઠને દીઠા નહિ મુકતા પ્રેમીઓ આજકાલ ખુબ વધી ગયા છે)
. સંજય દત્ત જેવા પ્રેમીઓ માટેઃ- મેરા દિલ ભી કિતના પાગલ હૈ...
(પાગલ દિલ ધરાવતાં પ્રેમીઓ ગમે તેના પ્રેમમાં પડી જાય)
. બાઝીગરના સિધ્ધાર્થ જેવા પ્રેમીઓ માટેઃ- છુપાના ભી નહિ આતા, જતાના ભી નહિ આતા... (આવા પ્રેમીઓ સતત મથતા જ રહે છે, પણ મેળ પડતો જ નથી)
. કમલા હાસન જેવા પ્રેમીઓ માટેઃ- હમ બને તુમ બને ઇક દૂજે કે લીયે...
(જીવતે જીવ એક ન થઇ શકી છેલ્લે સજોડે મરવા વાળા પણ ઓછા નથી)
. દોસ્તાનાના અભિષેક-જોન જેવા પ્રેમીઓ માટેઃ- મા કા લાડલા બીગડ ગયા... (જમાનો બદલાયો છે, પ્રેમ માત્ર યુવક અને યુવતિ જ કરી શકે એવું નથી. યુવક-યુવક પણ કરી શકે!!)
. આમિર ખાન જેવા પ્રેમીઓ માટેઃ- ઓલ ઇઝ વેલ...
(ગમે તેવી વિકટ પરિસ્થિતી સામે પણ 'ઓલ ઇઝ વેલ' કહી શકતાં પ્રેમીઓ પણ હોય છે)
. વિવેક ઓબેરોય જેવા પ્રેમીઓ માટેઃ-...ઉસકી દિવાની હૈ બ્રિજ કી બાલા, વો કિશ્ના હૈ...
(મોટા ભાગના પ્રેમીઓ સામેના પાત્રને રાધા અને પોતાને કૃષ્ણ કહેવડાવવા મથતા હોય છે)
. ગોવિંદા જેવા પ્રેમીઓ માટેઃ- સોણી દે નખરે સોણે લગ દે મેૈનું...
(અમુક પાકટ વયના પ્રેમીઓ માટે 'ઉમર પચપન કી દિલ બચપન કા' જ રહે છે)
. અક્ષય કુમાર જેવા પ્રેમીઓ માટેઃ- ખિલાડી...ખિલાડી ઇન્ટરનેશનલ ખિલાડી...
(એવા ઘણા હોય છે જે પ્રેમમાં પણ ખેલ ખેલતા હોય છે)