મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

બાબરના વંશજો બોલ્યા...અયોધ્યામાં જ બનવું જોઈએ ભવ્ય રામ મંદિર

મોગલકાળના બાદશાહોએ જે ભૂલો કરી છે તે માટે અમે માફી માંગીએ છીએ

લખનૌ, તા. ૧૪ :. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યાથી રામરાજ્ય યાત્રાની શરૂઆત થઈ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બાબરના વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ મહત્વનું નિવેદન આપ્યુ છે.

પ્રિન્સ યાકુબે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. જે ભૂલ મુગલકાળના બાદશાહોએ કરી છે એ ભૂલ માટે પ્રિન્સ યાકુબે માફી માગી. તેમણે કહ્યુ કે સુન્ની સેન્ટ્રલ ફોરમ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરાવે. ગત દિવસે અયોધ્યાથી શરૂ થયેલી રામરાજ્ય રથયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ ચમ્પક રાયે કહ્યુ કે, ૧૯૯૧માં ભારત સરકારે રામ મંદિર વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક મુસ્લિમ આગેવાનો રામ મંદિર નિર્માણનું સમર્થન કરી રહ્યા છે. જેથી વિવાદિત જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ ત્યારે બાબરના વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીને આપેલુ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યુ છે.

(3:45 pm IST)