મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

સોનાના વાયદાના ભાવમાં રૂ.285 અને ચાંદીમાં રૂ.1,494નો ઉછાળોઃ ક્રૂડ મજબૂત

કોટનના વાયદાના ભાવ સેંકડા ઘટયાઃ સીપીઓ , રબરમાં સુધારોઃ કપાસ , મેન્થા તેલમાં નરમી : નેચરલ ગેસમાં સુધારો

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં 7થી 13 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 21 , 73 , 182 સોદાઓમાં કુલ રૂ . 1 , 76 , 469 . 76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું . કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 239 પોઈન્ટ , બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 521 પોઈન્ટની અને ઊર્જાના સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફ્ેબ્રુઆર વાયદામાં 446 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી .

કોમોડિટી વાયદામાં  કીમતી ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોના - ચાંદીમાં 6 , 38 , 268 સોદાઓમાં કુલ રૂ . 36 , 675 . 39 કરોડનાં કામકાજ થયાં હતાં . સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફ્ેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ . 47 , 370ના ભાવે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 47 , 917 અને નીચામાં રૂ . 47 , 300 સુધી જઈ , સપ્તાહનાં અંતે રૂ . 285 વધી રૂ . 47 , 736ના ભાવે બંધ થયો હતો . આ સામે ગોલ્ડ - ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ . 141 વધી રૂ . 38 , 359 અને ગોલ્ડ - પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ . 20 વધી રૂ . 4 , 781ના ભાવે બંધ થયો હતો .

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ . 60 , 351 ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 62 , 257 અને નીચામાં રૂ . 60 , 012 સુધી જઈ , સપ્તાહનાં અંતે રૂ . 1 , 494 વધી રૂ . 61 , 920 બંધ થયો હતો . ચાંદી - માઈક્રો ફ્ેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ . 1 , 447 વધી રૂ . 62 , 182 અને ચાંદી - મિનિ ફ્ેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ . 1 , 459 વધી રૂ . 62 , 191 બંધ થયો હતો .

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 6 , 59 , 978 સોદાઓમાં કુલ રૂ . 46 , 276 . 47 કરોડનો ધંધો થયો હતો . ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ . 5 , 955ના ભાવે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 6 , 125 અને નીચામાં રૂ . 5 , 775 સુધી જઈ , સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ . 182 વધી રૂ . 6 , 081 બોલાયો હતો , જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ . 33 . 30 વધી રૂ . 320 . 10 બંધ થયો હતો .

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 15 , 391 સોદાઓમાં રૂ . 1 , 652 . 90 કરોડનાં કામકાજ થયા હતા . કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ . 2 , 022ના ભાવે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 2041 અને નીચામાં રૂ . 1975 સુધી જઈ , સપ્તાહનાં અંતે રૂ . 15 ઘટી રૂ . 1 , 995 . 50 બંધ થયો હતો . આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ . 16 , 052ના ભાવે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 16 , 579 અને નીચામાં રૂ . 15 , 900 સુધી જઈ , સપ્તાહનાં અંતે રૂ . 318 વધી રૂ . 16 , 290ના ભાવે બંધ થયો હતો . સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ . 1 , 105ના ભાવે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઉપરમાં રૂ . 1120 અને નીચામાં રૂ . 1105 સુધી જઈ , સપ્તાહનાં અંતે રૂ . 29 . 40 વધી રૂ . 1119 . 50 બંધ થયો હતો . મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ . 59 . 50 ઘટી રૂ . 984 . 20 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ . 150 ઘટી રૂ . 35 , 440 બંધ થયો હતો .

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1 , 01 , 386 સોદાઓમાં રૂ . 14 , 563 . 81 કરોડનાં 30 , 596 . 225 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5 , 36 , 882 સોદાઓમાં કુલ રૂ . 22 , 111 . 58 કરોડનાં 3 , 615 . 562 ટનના વેપાર થયા હતા . એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2 , 30 , 238 સોદાઓમાં રૂ . 21 , 111 . 80 કરોડનાં 3 , 55 , 65 , 000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4 , 29 , 740 સોદાઓમાં રૂ . 25 , 164 . 67 કરોડનાં 80 , 14 , 05 , 000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો . કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ . 0 . 88 કરોડનાં 88 ટન અને કોટનના વાયદાઓમાં 14 , 049 સોદાઓમાં રૂ . 1 , 595 . 97 કરોડનાં 451050 ગાંસડી , મેન્થા તેલના વાયદાઓમાં 1 , 200 સોદાઓમાં રૂ . 51 કરોડનાં 504 . 72 ટન , રબરના વાયદાઓમાં 102 સોદાઓમાં રૂ . 1 . 95 કરોડનાં 120 ટનના વેપાર થયા હતા . સીપીઓના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ . 3 . 10 કરોડનાં 280 ટનનાં કામકાજ થયાં હતાં .

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15 , 213 . 192 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 656 . 688 ટન , ક્રૂડ તેલમાં 11 , 37 , 200 બેરલ અને નેચરલ ગેસમાં 1 , 19 , 66 , 250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન , કોટનમાં 183900 ગાંસડી , મેન્થા તેલમાં 421 . 92 ટન , રબરમાં 118 ટન , સીપીઓમાં 36 , 330 ટનના સ્તરે રહ્યો હતો .

ઈન્ડેક્સ ફ્યૂચર્સની વાત કરીએ તો , સપ્તાહ દરમિયાન 18 , 793 સોદાઓમાં રૂ . 1 , 619 . 54 કરોડનાં કામકાજ થયાં હતાં , જેમાં બુલડેક્સ વાયદામાં 6 , 899 સોદાઓમાં રૂ . 523 . 31 કરોડનાં 7 , 492 લોટ્સ , મેટલડેક્સ વાયદામાં 9 , 546 સોદાઓમાં રૂ . 915 . 55 કરોડનાં 10 , 475 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 2 , 348 સોદાઓમાં રૂ . 180 . 88 કરોડનાં 2 , 393 લોટ્સના વેપાર થયા હતા . ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1 , 794 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1 , 654 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 186 લોટ્સના સ્તરે રહ્યો હતો . બુલડેક્સ જાન્યુઆરી વાયદો 13 , 917ના સ્તરે ખૂલી , ઊપરમાં 14 , 100 અને નીચામાં 13 , 861ના સ્તરને સ્પર્શી , 239 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 139 પોઈન્ટ વધી 14 , 054ના સ્તરે પહોંચ્યો હતો , જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17 , 284ના સ્તરે ખૂલી , 521 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 386 પોઈન્ટ વધી 17 , 643ના સ્તરે પહોંચ્યો હતો . આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફ્ેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 5 , 930ના સ્તરે ખૂલી , સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા - ડેમાં ઊપરમાં 6 , 290 અને નીચામાં 5 , 844 બોલાઈ , સપ્તાહ દરમિયાન 446 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 258 પોઈન્ટ વધી 6 , 146ના સ્તરે બંધ થયો હતો .

ઓપ્શન્સની વાત કરીએ તો , કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 7 , 14 , 504 સોદાઓમાં રૂ . 65 , 759 . 84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું . સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ . 2 , 983 . 38 કરોડ , ચાંદી તથા ચાંદી - મિનિના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ . 376 . 39 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ . 62 , 364 . 30 કરોડનાં કામકાજથયાં હતાં . બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ . 6 . 76 કરોડનાં 90 ટન અને નિકલમાં રૂ . 29 . 01 કરોડનાં 181 . 500 ટનનાં કામકાજ થયાં હતાં .

(12:32 am IST)