મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

અરૂણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ પર 2 હજાર કરોડના કૌભાંડના આક્ષેપ

પ્રદર્શન કરી રહેલા 100 લોકોની અટકાયત :25 લોકો વિરૂદ્ધ UAPA હેઠળ કેસ નોંધાયો : 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ પર 2 હજાર કરોડના કૌભાંડના આક્ષેપ બાદ પ્રદર્શન કરી રહેલા 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ 25 લોકો વિરૂદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 25 લોકો પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમને 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ રાજ્યના આદિવાસી યુવા જૂથ ઓલ ન્યાશી યુથ એસોસિએશને સીએમ પેમા ખાંડુ પર સરકારી ભંડોળના બે હજાર કરોડ રૂપિયાના ફંડમાં કૌભાંડ આચરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ, પિટિશન ફગાવી દેવાયા બાદ એસોસિએશન દ્વારા 36 કલાકની હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.

આ 36 કલાકની હડતાળને સરકારે ગેરકાયદેસર જાહેર કર્યું હતું. પોલીસનું કહેવું છે કે, અટકાયત કરાયેલા લોકો પાસેથી ગોફણ અને ચાકુ સહિતના હથિયારો મળી આવ્યા છે. ત્યારે આ કૌભાંડની સંપૂર્ણ વાસ્તવિકતા શું છે? તે તો આવનાર સમયમાં તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવી શકે.

(12:11 am IST)