News of Saturday, 15th January 2022
હરિદ્વાર હેટ સ્પીચ મામલે યતિ નરસિંહાનંદ ગિરિની ધરપકડ : ઉત્તરાખંડ પોલીસ દ્વારા બીજી ધરપકડ કરાઈ
સર્વોચ્ચ અદાલત દ્વારા પણ નફરત ફેલાવનારા ભાષણો સામે પગલાં લેવા તાકીદ કરી હતી
હરિદ્વાર: હરિદ્વાર હેટ સ્પીચ કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે. યેતિ નરસિમ્હાનંદ ગિરીની પોલીસે ધરપકડ કરી છે. આ પહેલા વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર ત્યાગીની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આ મામલો ઘણો ચર્ચામાં છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા પણ નફરત ફેલાવનારા ભાષણો સામે પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. નાગરિક સંગઠનો અને અન્ય ઘણી હસ્તીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને અન્ય વ્યક્તિઓને પત્ર લખ્યા છે.
(11:51 pm IST)