મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

સેના દિવસે લોન્ચ નવી કૉમ્બેટ યુનિફોર્મ : હર મોસમમાં સાથ આપશે : કલર અને પેર્ટનથી દુશ્મનને મ્હાત કરાશે

યુદ્ધના મેદાન અને ફીલ્ડ પોસ્ટિંગ દરમિયાન હવે સૈનિક આ નવા યુનિફોર્મ પહેરશે

નવી દિલ્હી :સેના દિવસે પહેલી વખત ભારતીય સેના પોતાના નવા કૉમ્બેટ યુનિફોર્મ દુનિયાને બતાવશે. ભારતીય સેનાના નવા યુનિફોર્મને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી.

ત્યારે સેના દિવસ નિમિત્તે નવો યુનિફોર્મ રિલીઝ કરવામાં આવ્યો છે. શનિવારે 74માં થલસેના દિવસે ભારતીય સેનાની નવી કૉમ્બેટ યુનિફોર્મ જોવા મળી છે.

કેન્ટ સ્થિત કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં થલસેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેને સલામી આપવા માટે પેરા-એસએફ(સ્પેશિયલ ફોર્સ) કમાન્ડોનું ટીમ આ નવા ડ્રેસમાં સામે આવ્યા છે. યુદ્ધના મેદાન અને ફીલ્ડ પોસ્ટિંગ દરમિયાન હવે સૈનિક આ નવા યુનિફોર્મ પહેરશે.

આ યુનિફોર્મ રાષ્ટ્રીય ફેશન સંસ્થા(NIFT)ના પ્રોફેસરો સહિત 8 લોકોની ટીમે તૈયાર કર્યો છે. નવા યુનિફોર્મમાં પતલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે કલર અને ડિઝાઈનમાં પણ બદલવામાં આવ્યા છે. આ યુનિફોર્મને જવાનોની જરૂરિયાત અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યો છે. દરેક હવામાન સાથે, રણપ્રદેશો અને ઠંડા પ્રદેશોમાં પણ જવાનોના શરીરને અનુકૂળ રહેશે. આ પ્રકારના યુનિફોર્મ ઘણા દેશોની સેનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

(10:04 pm IST)