મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના મળ્યા પુરાવા : એક અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હીમાં બ્રેકથ્રુ ઇન્ફેક્શનના કેસમાં વધારો : હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘટ્યો

નવી દિલ્હી :  ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ભારતમાં કોરોનાના સંક્રમણમાં ઝડપથી વધારો થયો છે. ત્યારે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના પુરાવા મળ્યા છે. એક સ્ટડી દ્વારા આ વાત સામે આવી છે. જેમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત તમામ વ્યક્તિઓના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો

 . અભ્યાસમાં સામે આવ્યું છે કે દિલ્હીમાં બ્રેકથ્રુ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘટ્યો છે અને મોટાભાગના દર્દીઓમાં ઓછા લક્ષણો જોવા મળ્યા છે. આ સ્ટડી કરનારા સંશોધકોનું માનવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટે સંક્રમણ મામલે હવે ડેલ્ટા વેરિઅન્ટને પણ પાછળ છોડી દીધો છે. અને તેનું મુખ્ય કારણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. દેશમાં કરવામાં આવેલો આ પહેલો અભ્યાસ છે જેમાં દિલ્હીમાં આ પ્રકારના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ચેપના પુરાવા મળ્યા છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત 60.9% દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ રેકોર્ડ નથી. તેથી તેમને ચોક્કસપણે સ્થાનિક સ્તરેથી જ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

(9:28 pm IST)