મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

બ્રિટનના પીએમ રાજીનામું આપે તો ભારતીય મૂળના સૂનક સત્તા સંભાળશે

બ્રિટનના અગ્રણી બુકીના નિવેદનથી ખળભળાટ મચ્યો : ઋષિ સૂનક બોરિસ જોન્સનની સરકારમાં નાણામંત્રી છે

લંડન , તા.૧૫ : બ્રિટેનના એક અગ્રણી બુકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે, તેમણે દાવો કર્યો છે કે દેશના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. કંપનીએ કહ્યું છે કે બોરિસ જોન્સનના સ્થાને ભારતીય મૂળના ઋષિ સુનક બોરિસ જોનસનના સ્થાને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવી શકે છે. હાલ ઋષિ સૂનક બોરિસ જોન્સનની સરકારમાં નાણામંત્રી છે. અગ્રણી સટ્ટાબાજી કંપની 'બેટફેર'એ જણાવ્યું છે કે ૫૭ વર્ષીય પ્રધાનમંત્રી પર કોવિડ મહામારી દરમિયાન દારૂની પાર્ટીને લઈને રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. આ દબાણ માત્ર વિપક્ષનું જ નથી પરંતુ બોરિસ જોન્સનની પોતાની પાર્ટીનું પણ છે. બેટફેરના સેમ રોસબોટમે 'વેલ્સ ઓનલાઈન'ને જણાવ્યું હતું કે જો પીએમ બોરિસ જોનસન રાજીનામું આપે તો ઋષિ સૂનક આ પદની રેસમાં સૌથી આગળ છે. ત્યારબાદ વિદેશ સચિવ લિઝ ટ્રસ, કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવ આવે છે. પ્રધાનમંત્રીની આ રેસમાં ભારતીય મૂળની પ્રીતિ પટેલ પણ સામેલ છે. પ્રીતિ પટેલ હાલમાં યુકેના ગૃહ સચિવ છે. રોસબોટમે જણાવ્યું છે કે તાજેતરની સટ્ટાબાજી જણાવે છે કે બોરિસ જોનસન ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. જે બિયર પાર્ટીને લઈને બોરિસ જ્હોન્સન પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે તેનું આયોજન મે ૨૦૨૦ માં પ્રધાનમંત્રીના ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા પાર્ટી સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને ઈમેલ લીકથી તેની માહિતી સામે આવી, ત્યારબાદ આ મામલો ગરમાયો છે. બુધવારે બોરિસ જોહ્ન્સનને હાઉસ ઓફ કોમન્સની ચેમ્બરમાં બોરિસ જોહ્ન્સનને લોકડાઉન માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ દિલથી માફી માંગી હતી. તે દરમિયાન ઋષિ સુનક હાજર નહોતા, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે તે

મુશ્કેલીમાં મુકાયેલા બોરિસ જોન્સનથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અટકળોના જવાબમાં સુનકે એક ટ્વીટમાં કહ્યું કે તે વ્યસ્તતાને કારણે આવી શક્યા નથી. તેમણે ટ્વીટ કર્યું કે, 'હું આજે આખો દિવસ અમારા ઈંપ્લાનફોરજોબ્સ પર કામ કરી રહ્યો હતો અને ઊર્જાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સાંસદોને મળતો હતો. પ્રધાનમંત્રીએ માફી માંગી આ સારી વાત છે. આ મામલા પર સુ ગ્રેની તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવા વિનંતી કરી છે, જેને હું સમર્થન આપું છું. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કેટલાક બ્રિટિશ અખબારોએ સુનકના ટ્વિટને બોરિસ જોન્સનના સમર્થન તરીકે જોવે છે.

(7:49 pm IST)