મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

પોલીસે વસીમ ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગીની ધરપકડ કરી

ધર્મ સંસદમાં મુસ્લિમ વિરોધી ભડકાઉ ભાષણનો વિવાદ : બીજા બે આરોપીઓ યતિ નરસિંહાનંદ અને સાધ્વી અન્નપૂર્ણાને હાજર રહેવા માટે નોટિસ ફટકારી

નવી દિલ્હી, તા.૧૫ : હરિદ્વારમાં તાજેતરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મુસ્લિમ વિરોધી ભડકાઉ ભાષણના મામલામાં સુ્પ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર અ્ને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે એ પછી ઉત્તરાખંડ સરકાર એક્શનમાં આવી છે અને આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.દરમિયાન ભડકાઉ ભાષણના મામલામાં પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગીની ધરપકડ કરી છે તેમજ બીજા બે આરોપીઓ યતિ નરસિંહાનંદ અને સાધ્વી અન્નપૂર્ણાને હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. આ સિવાય બીજા લોકો સામે આ કેસમાં પહેલા જ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

યતિ નરસિંહાનંદ યુપીના ડાસના મંદિરના પૂજારી છે.જે પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહેલા છે.યતિએ ધર્મ સંસદનુ આયોજન કર્યુહ તુ અને તેમાં મુસ્લિમો સામે ભડકાઉ ભાષણો કરવામાં આવ્યા હતા. વસીમ રિઝવીએ તાજેતરમાં જ ધર્મ પરિવર્તન કર્યુ છે અને તેમને જિતેન્દ્ર નારાયણ ત્યાગી નામ આપવામાં આવ્યુ છે.

(7:44 pm IST)