મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

યુરોપમાં વેક્સિન ટાળવા લોકો કોરોનાથી સંક્રમિતો સાથે પાર્ટી કરે છે

કોરોના સામેની લડાઈમાં રસી સૌથી અસરકારક વિકલ્પ :ઈટાલીમાં ૫૦ વર્ષથી વધારે વયના લોકો માટે પહેલી ફેબ્રુઆરીથી વેક્સીન ફરજિયાત બનવાની દીધી છે

પેરિસ, તા.૧૫ : કોરોના સામે લડવા માટે હાલમાં તો માસ્ક અને વેક્સીન જ અસરકારક વિકલ્પ હોવાનુ નિષ્ણાતોનુ કહેવુ છે.આમ છતા યુરોપમાં લોકો વેક્સીન નહીં લેવાની જીદ પર અડેલા છે. હજારો લોકો એવા છે જેમને કોરોના વેક્સીન નથી લેવી.બીજી તરફ ઈટાલીમાં ૫૦ વર્ષથી વધારે વયના લોકો માટે ૧ ફેબ્રુઆરીથી વેક્સીન ફરજિયાત બનવાની છે.આમ છતાં કેટલાક લોકો સમજવા માટે તૈયાર નથી. વેક્સીન વિરોધી લોકો હવે કોવિડ પાર્ટીઓમાં સામેલ થઈ રહ્યા છે.તેઓ પૈસા ખર્ચીને કોરોનાથી સંક્રમિત થયેલા લોકો સાથે પાર્ટી કરી રહ્યા છે.જેથી તેઓ પણ કોરોના પોઝિટિવ થઈ જાય અ્ને વેક્સીનના લેવી પડે.કારણકે કોરોનાથી સંક્રમિત લોકોને સ્વાભાવિક રીતે થોડો સમય માટે રસી મુકવામાં નહીં આવે.

ઈટાલીના ટસ્કની પ્રાંતમાં એક કોવિડ પાર્ટી યોજાઈ હતી.જ્યાં કોરોના પોઝિટિવ લોકો સાથે ડિનર અને વાઈન એન્જોય કરવા માટે ૧૧૦ પાઉન્ડ એટલે કે ૧૧૦૦૦ રુપિયા ફી રાખવામાં આવી હતી. લોકો આ પ્રકારની કોવિડ પાર્ટીઓ ક્યાં યોજાય છે તેની તપાસ કરી રહ્યા છે.

(7:42 pm IST)