મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

યુક્રેન પર મોટા હુમલાની વેતરણમાં છે રશિયા

અમેરિકન ગુપ્તચર એજન્સીએ આપ્યા સંકેતઃ યુક્રેનની સરહદ પાસે હજાર રશીયન સૈનિકો જમા

વોશીંગ્ટનઃ યુક્રેન વિરૃધ્ધ રશીયન સાઇબર અભિયાનોની નિગરાણી રાખનાર અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે રશિયાની ગતિવિધીઓથી એવું લાગી રહ્યું છે કે તે આગામી ૩૦ દિવસોમાં યુક્રેન પર જમીની આક્રમણ કરી શકે છે. પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કીર્બીએ શુક્રવારે પ્રેસને કહ્યું કે તેમની પાસે એવી માહિતી આવી છે જેનાથી એ સંકેત મળે છે કે રશિયા પહેલાથી જ યુક્રેન પર એક મોટા હુમલા માટેનું બહાનું બનાવવા સક્રિય રીતે કામ કરી રહ્યું છે.

કીર્બીએ કહ્યું કે આ પ્રકારનો હુમલો કાર્યવાહીને રોકવાની કોશિષ કરવા, ક્ષમતાને અવરોધવા, વ્યવહારને બદલવા અથવા યુક્રેનની અંદર નેતૃત્વના નિર્ણયોને બદલવાની કોશીષ કરવા પણ થઇ શકે છે. વ્હાઇટ હાઉસના જ પ્રેસ સચિવ જેન પસાકીએ કહ્યું કે તે ચિંતિત છે કે રશીયન સરકાર યુક્રેનમાં એક આક્રમણની તૈયારી કરી રહી છે જેના પરિણામે માનવાધિકારોનું વ્યાપક ઉલ્લંઘન થઇ શકે છે.

એક અધિકારીએ કહ્યું કે રશિયાએ યુક્રેનની સરહદો પાસે હજારો સૈનિકો જમા કર્યા છે જે એ આશંકાને વધારે છે કે મોસ્કો પોતાના પાડોશી પર આક્રમણની યોજના એવી રીતે જ બનાવી શકે છે જેમ તેણે ૨૦૧૪માં યુક્રેનના ક્રીમીયા પર કબજો કર્યો હતો. રાષ્ટ્રપતિ બાઇડને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો તેણે ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જો કે મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કરશે તો તેણે ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જો કે મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કરવાના કોઇ પણ ઇરાદાનો વારંવાર ઇન્કાર કર્યો છે.

(3:14 pm IST)