મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

૨૪ કલાકમાં નોંધાયા ૨ લાખ ૬૮ હજારથી વધુ કેસ : ઓમિક્રોનનો આંકડો ૬ હજારને પાર

દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે : જાન્‍યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે

નવી દિલ્‍હી તા. ૧૫ : ભારતમાં જાન્‍યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયે જણાવ્‍યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૮,૮૩૩ નવા કેસ નોંધાયા છે અને ૪૦૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્‍યો છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨૬૮૪ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્‍ટિવ કેસની સંખ્‍યા ૧૪,૧૭,૮૨૦ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૬.૬૬ ટકા છે ઓમિક્રોનના કુલ કેસ ૬૦૪૧ થયા છે.
દેશમાં  ૧૪ જાન્‍યુઆરીએ ૧૬,૧૩,૭૪૦ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હોવાનું સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જણાવ્‍યું છે.
દેશમાં ૧૪,૧૭,૮૨૦ કુલ એક્‍ટિવ કેસ થયા છે. જ્‍યારે ૩,૪૯,૪૭,૩૯૦ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા છે. દેશનો કુલ મૃત્‍યુઆંક ૪,૮૫,૭૫૨ નોંધાયો છે અને  ૧૫૬,૦૨,૫૧,૧૧૭ લોકોએ વેક્‍સીન લીધી છે.  દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્‍દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્‍યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્‍યમંત્રી સહિત એક કેન્‍દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.

 

(12:36 pm IST)