મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

'બુલ્લી બાઈ' એપ કેસ :કોર્ટે આરોપી શ્વેતા સિંહ અને મયંકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

પોલીસ કસ્ટડી પુરી થતા કોર્ટમાં રજૂ કરાયા હતા :મુંબઈ પોલીસે કહ્યું કે મયંક કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને કોર્ટમાં રજૂ કરાયો નહીં

મુંબઈ :મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરતી 'બુલ્લી બાઈ' એપના કેસમાં કોર્ટે આરોપી શ્વેતા સિંહ અને મયંકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બંને આરોપીઓની પોલીસ કસ્ટડી પુરી થઈ ગઈ હતી. જે બાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કહ્યું કે મયંક કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો.

જ્યારે શ્વેતા સિંહ કોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં શ્વેતા સિંહ અને મયંક રાવત ઉપરાંત આસામમાંથી ધરપકડ કરાયેલા બે આરોપી વિશાલ ઝા અને નીરજ વિશ્નોઈ પણ સામેલ છે.

આરોપી મયંકના વકીલ સંદીપ શેરખાણેએ જણાવ્યું કે કોર્ટે આરોપી શ્વેતા સિંહ અને મયંકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપી શ્વેતા સિંહ અને મયંકની પોલીસ કસ્ટડી સમાપ્ત થઈ ગઈ છે. જે બાદ શ્વેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યારે મયંકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તે કોર્ટમાં હાજર રહી શકી ન હતી.

આ કેસ અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ નીરજ બિશ્નોઈ, મયંક રાવત, વિશાલ ઝા અને 12મા ધોરણની વિદ્યાર્થીની શ્વેતા સિંહ છે. મયંક રાવત અને શ્વેતા સિંહની ઉત્તરાખંડમાંથી, 21 વર્ષીય એન્જિનિયર વિશાલ કુમાર ઝાને બેંગ્લોરથી અને નીરજ બિશ્નોઈની આસામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈની દિલ્હી પોલીસે આસામમાંથી ધરપકડ કરી હતી. નીરજે પહેલું ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું.

અત્રે ઉલેલ્ખનીય છે કે વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ એક મહિલા પત્રકારે બુલી બાય ઍપ પર 'ડીલ ઑફ ધ ડે' જણાવીને વેચાઈ રહેલી પોતાની તસવીર શેર કરી હતી. પત્રકારે ટ્વિટર પર કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે એક મુસ્લિમ મહિલા તરીકે તમારે તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને નફરત સાથે કરવી પડશે. પક્ષના નેતાઓએ લઘુમતી સમુદાયની મહિલાઓની સાયબર સતામણીની નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

ઘણા લોકોએ આ માટે દક્ષિણપંથી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે. એપ પર હરાજી માટે સેંકડો મુસ્લિમ મહિલાઓને લિસ્ટ કરવામાં આવી હતી. જેના ફોટોગ્રાફ્સ પરવાનગી વગર લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી.

(12:00 am IST)