મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ગાંજા અને ભાંગના દ્રવ્યો કોરોનાને રોકવામાં ઉપયોગી : રિસર્ચમાં ચોંકાવનારા પરિણામ

વૈજ્ઞાનિકોએ કહ્યું વેક્સિન અને એન્ટિબોડી સારવારમાં કરો ઉપયોગ

નવી દિલ્હી : ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની વધુ એક લહેર આવી ગઈ છે જેના કારણે અનેક લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે.

છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહેલા માણસો હવે આ વાયરસનો અંત ઈચ્છે છે ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ દ્વારા અનેક રિસર્ચમાં દરરોજ નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે.કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાભરના દેશોમાં વિવિધ જગ્યાઑ પર જાત જાતના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક દવાઓ અને વેક્સિન પણ હવે તો માર્કેટમાં આવી ગઈ છે. જોકે એક રિસર્ચમાં શોધકર્તાઑની સામે આવ્યું છે કે ભાંગ અને ગાંજામાં એવા કમ્પાઉન્ડ છે જે કોરોના વાયરસને રોકી શકે છે.

વૈજ્ઞાનિકોની રિસર્ચમાં મળવા જાણવા મળ્યું છે કે ભાંગ અથવા ગાંજાની અંદર એવા દ્રવ્ય અને રસાયણ છે જે વાયરસને મનુષ્યની કોશિકાઓમાં જતાં રોકી શકે છે.

  કોલેજ ઓફ ફાર્મસી અને લીનૂસ પોલિંગ ઈન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં શોધકર્તાઓએ આ નવી સ્ટડી બહાર પાડી છે. જોકે મોટા ભાગના લોકો જો એવું માનતા હોય કે ગાંજો પીવાથી કોરોના વાયરસને રોકી શકાય છે તો તે ખોટા છે કારણ કે રિસર્ચ કરનારાઓએ સ્પષ્ટ કહ્યું છે કે એમનો ક્યાંય એવો દાવો નથી કે ભાંગ અને ગાંજો કોરોનાથી બચાવી શકે છે.

હકીકત એમ છેકે ભંગ ભાંગ થવા ગાંજાના બે યોગીક કેનોબિગેરોલિક એસિડ જેને CGBA કહી શકાય તે અને કેનાબીડીયોલીક એસિડ એટલે CBDA કોરોનાથી બચાવી શકે છે. આ બે એસિડ ભાંગ અને ગાંજામાં મળે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ભાંગ અને ગાંજા જેવી વસ્તુઓમાં આ એસિડ પ્રચુર માત્રામાં હોય છે. તે કોરોના વાયરસના વેરિયન્ટ સામે પ્રભાવી છે. શોધકર્તાઓએ દાવો કર્યો કે આ એસિડ અને પ્રોટીનનો ઉપયોગ વેક્સિન અને એન્ટિબોડી સારવારમાં કરી શકાય છે.

(12:00 am IST)