મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

UPSCની સપ્ટેમ્બર 2019માં લેવાયેલી મેઇન્સ પરીક્ષાનું પરિણામ કરાયું જાહેર

સ્પીપાના 41 ઉમેદવારો સહીત દેશભરમાંથી 2304 ઉમેદવારો પાસ

 

નવી દિલ્હી : યુપીએસસીની સપ્ટેમ્બર 2019માં લેવાયેલી મેઇન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પાસ થયેલા ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યું લેવામાં આવશે. નિકોલ કેળવણી ધામમાં તૈયારી કરતા 5 ઉમેદવાર પાસ થયા છે. સાથે સ્પીપાના 41 ઉમેદવારો પાસ થયા છે. તો સમગ્ર ભારતમાંથી 2,304 ઉમેદવારો પાસ થયા છે. ફેબ્રુઆરી માર્ચમાં મૌખિક ઇન્ટરવ્યુ હવે લેવાશે. રોજના 10 થી 12 કલાકથી વધુ મહેનત કરતા ઉમેદવારોએ સફળતા મેળવી છે. યુપીએસસીની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે.

(12:05 am IST)