મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

જનરલ કાસિમ સુલેમાનીને મારવો તે, અમેરિકાનો ઘમંડ અને મૂર્ખામી: ઈરાની વિદેશમંત્રી જવાદ જરીફ

દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં તેઓએ કહ્યું અમેરિકાએ હવે ક્ષેત્રમાં તેની રણનીતી બદલવાની જરૂર

નકવી દિલ્હી : ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફ દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં સામેલ થયા. જેમાં તેમણે કહ્યું હતું કે, જનરલ કાસિમ સુલેમાનીને મારવો તે, અમેરિકાનો ઘમંડ અને મૂર્ખામી દર્શાવે છે. સુલેમાનીના મોતના પગલે 4 દેશોના લોકો રસ્તા પર આવી ગયા હતા. તે સિવાય ભારતમાં પણ 430 શહેરોમાં પ્રદર્શન થયું હતું. આ કારણે અમેરિકાએ હવે ક્ષેત્રમાં તેની રણનીતી બદલવાની જરૂર છે.

તદઉપરાંત તેઓએ ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે પણ ખુલાસો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાકનો ઉપયોગ કરીને ઈરાકના જ અધિકારિક મહેમાન પર હુમલો કરવો, તે એક ભડકાવનારું પગલું હતુ. જે કારણે ઈરાને આત્મરક્ષામાં હુમલો કર્યો હતો.

   ઝરીફે કહ્યું હતું કે, અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, સુલેમાની અમેરિકાના દૂતવાસ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો, પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, જનરલ સુલેમાની આ પ્રકારના કોઈ કાવતરામાં સામેલ ન હતા. અમેરિકા પોતે આંતરરાષ્ટ્રીય નિયમો તોડે છે અને પછી આંતરરાષ્ટ્રીય કાયદાની માંગ કરે છે

 . અમેરિકાના રાષ્ટ્રપતિ પણ કહે છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા નથી. તેમના વિદેશ પ્રધાન પોમ્પીયો કહે છે કે, જો ઈરાન ઇચ્છે છે કે, તેમના દેશના લોકોને ભોજન મળે, તો તેમણે અમેરિકાની વાત સાંભળવી પડશે. આ યુદ્ધ અપરાધ જેવો છે.

(11:52 pm IST)