મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહ માટે ર.૭૯ કરોડ ખર્ચ્યાઃ આરટીઆઇમા ખુલાસો, ઉસ્માનાબાદના અરજીકર્તાએ છેલ્લા ૧૦ વર્ષના આયોજીત કાર્યક્રમોની વિગતો માંગી

                મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ વાળી મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ પર રૃ. ર.૭૯ કરોડ રુપિયાનો ખર્ચ આવ્યો. સૂચના અધિકાર (આરટીઆઇ) દ્વારા કાનૂન જાણકારીના જવાબમાં આ ખ્યાલ આવ્યો છે. શિવસેના અધ્યક્ષ ઠાકરે રઠ નવેમ્બરના મધ્ય મુંબઇમાં શિવાજી પાર્ક મેદાનમાં મુખ્યમત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

         ઉસમાનાબાદના આરટીઆઇ કાર્યકર્તા નિખિલ અન્નભટી દ્વારા માંગવામાં આવેલ સૂચના પર શપથ સમારોહ પર ર.૭૯ કરોડ રૃપિયાનો ખર્ચ આવ્યો છે. આમા ફુલ સજાવટ પર રૃ. ૩ લાખનો ખર્ચ આવ્યો છે. આ અગાઉ ફડણવીસના શપથગ્રહણ સમારોહ પર રૃ. ૯૮.૩૭ લાખ ખર્ચ આવ્યો હતો. નિખીલએ છેલ્લા ૧૦ વર્ષના આયોજીત સરકારી કાર્યક્રમની વિગત માંગી હતી.

(11:49 pm IST)