મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

સંજય રાઉતનો ચોંકાવનારો ખુલાસો: જુના ડોન કરીમલાલાને મળવા આવતા હતા ઇન્દિરા ગાંધી

અંડરવર્લ્ડના લોકો નક્કી કરતા હતા કે, પોલીસ કમિશનર કોણ બનશે અને મંત્રાલયમાં કોણ બેસશે

 

મુંબઈ : શિવસેનાના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી મુંબઈમાં જૂના ડોન કરીમ લાલાને મળવા આવતા હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા સંજય રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતા કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રાખતા હતા.

   સંજય રાઉતે પુણેમાં એક એવોર્ડ સમારંભ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અંડરવર્લ્ડના લોકો નક્કી કરતા હતા કે, પોલીસ કમિશનર કોણ બનશે અને મંત્રાલયમાં કોણ બેસશે. રાઉતે દાવો કર્યો કે, હાજી મસ્તાન મંત્રાલયમાં આવ્યા બાદ આખું મંત્રાલય તેને જોવા માટે નીચે આવી જતું હતું.

   ઈન્દિરા ગાંધી પાઈધોનીમાં કરીમ લાલાને મળવા આવતા હતા. શિવેસનાએ ગત વર્ષે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવી છે. 1960ના દાયકાથી 1980ના દાયકા સુધી મુંબઈમાં દારુની હેરફેર, જુગાર અને પૈસા વસૂલીનું રેકેટ ચલાવનારા કરીમ લાલાનું 2002માં મોત થઈ ગયું

(11:46 pm IST)