મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

પીએમ મોદી અને શાહ વચ્ચે NPR અને NRC અંગે મતભેદો: કોંગેસના પીઢ નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાનમાં કર્યો બફાટ

લાહોરમાં ઐયરે કહ્યું મોદીએ ક્યારેય માન્યું નથી કે NPR એ NCR ના ઉત્તરાધિકારી છે

 

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરીથી પોતાના પોતાના વિવાદિત નિવેદનને લઈ સમાચારોમાં આવ્યા છે. તેમણે ફરીથી પાકિસ્તાનમાં ભારતના આંતરિક મામલાઓની ચર્ચા કરીને મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. હાલમાં મણિશંકર અય્યર લાહોરમાં એક પેનલ ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે NPR અને NRC અંગે મતભેદો છે.

મણિશંકર અય્યરે કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટારને વડાપ્રધાન  મોદીએ ક્યારેક માન્યુ નથી કે, NRCના ઉત્તરાધિકારી છે. સંસદમાં ગૃહપ્રધાન  શાહે કહ્યું હતું કે, NPR-NRCનું રૂપ હશે. ખરેખર NPR તે NRC છે.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી-શાહની જોડી દેશમાં હિન્દુત્વનો ચહેરો છે. ઉલ્લેખનીય છે કે, મણિશંકર સોમવારે પાકિસ્તાનના લાહોરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

(11:43 pm IST)