મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

નૌસેનાની સબમરીન યોજનામાં અદાણીને જોડવાની કોશિષઃ રાષ્ટ્રીય સુરક્ષાથી સંકળાયેલ સોદા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલઃ અદાણીને યોજનાનો અનુભવ નથીઃ પ્રધાનમંત્રી, રક્ષામંત્રી પારદર્શિતાનું સ્પષ્ટીકરણ કરે

      

 

         કોંગ્રેસએ નૌસેનાની ૪પ હજાર કરોડ રૃપીયાની ૭પ આઇ પનડૂબી યોજનામા રક્ષા ખરીદ નિયમો વિરૃદ્ધ અદાણી સમૂહની કંપની અદાણી ડિફેન્સ જેવીને સામેલ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ડીફેન્સ જેવીને નૌસેનાની પનડૂબી અથવા જહાજનો કોઇ અનુભવ નથી. કોંગ્રેસ આ સવાલો સાથે પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીથી આ સોદાની પારદર્શિતાનુ સ્પષ્ટીકરણ મા઼ગયું છે.

         કોંગ્રેસ મીડિયા વિભાગના પ્રમુખ રણદીપ સૂરજેવાલએ પત્રકાર પરિષદ કરી અદાણી ડિફેન્સ અને હિંદૂસ્તાન શિપયાર્ડ લી. ના સંયુકત ઉપક્રમે નૌસેનાની ૪પ હજાર કરોડ રુપીયાની પરિયોજનાને કેબીનેટમાં પ્રસ્તાવિત કરશે.

(11:34 pm IST)