મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર તારિક મંસૂરએ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને યુનિવર્સિટીની બધી પરીક્ષાઓ સ્થગિત કરીઃ વિદ્યાર્થીઓની માંગ આગળ ઝુકયુ વિશ્વવિદ્યાલય પ્રશાસન

        અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર તારીક મંસૂરએ વર્તમાન પરિસ્થિતિને જોતા યુનિવર્સિટીની બધી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી. વિદ્યાર્થીઓના પ્રદર્શન અને પરીક્ષાઓના બહિષ્કાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો.

         જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાનૂન વિરૃદ્ધ પ્રદર્શન દરમ્યાન કેમ્પસમાં પોલીસ આવવાને લઇ વિદ્યાર્થી માંગ કરી રહ્યા છે કે પોલીસ વિરૃદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે.

         કુલપતિએ બધા વિભાગના ડીન, પોલીટેકનીકના પ્રધાનાચાર્ય અને વિશ્વ વિદ્યાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી આ નિર્ણય લીધો. પરીક્ષાનું નવું ટાઇમટેબલ તુરંત જ જારી કરવામાં આવશે.

         યુનિવર્સિટી પ્રશાસનએ પોલીસ વિરૃદ્ધ ફરિયાદ કરી છે. અનઅધિકૃત રીતે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ઘૂસી ગયેલ પોલીસને છાત્રાલયમાં ઘુસવાની પરવાનગી નથી.

(11:34 pm IST)