મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પીએમ મોદી-શાહ પર સાધ્યું નિશાન :કહ્યું -ઝાકીર નાયકના આરોપ મામલે મૌન કેમ ?

ઝાકીર નાયકે આરોપ લગાવ્યો હતો કે કાશ્મીરમાં આર્ટિકલ 370ના સમર્થન માટે તેમની પાસે વિશેષ દૂત મોકલાયા હતા

 

નવી દિલ્હી : કોંગ્રેસના  નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે, ઈસ્લામ પ્રચારક ઝાકીર નાઇકે આરોપ લગાવ્યો હતો કે, કાશ્મીરમાં આર્ટિકલ 370ના સમર્થનને લઈને તેમની પાસે વિશેષ દૂત મોકલવામાં આવ્યા હતા.

   દિગ્વિજય સિંહે કહ્યું કે, ઝાકિર નાઇકે આરોપ લગાવ્યો છે કે, મોકલવામાં આવેલા દૂતને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ સરકારના પગલાંનું સમર્થન કરશે તો તેમના વિરુદ્ધ દેશદ્રોહના તમામ કેસ પરત લેવામાં આવશે, ત્યારે મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે કે, તેઓ મુદ્દે કોઈ જવાબ કેમ નથી આપતા તેવા સવાલો કર્યા છે.

   દિગ્વિજય સિંહે કહ્યું કે, મામલે જો તેઓ સત્તાવાર રીતે કોઈ નિવેદન નહીં આપે તો, એમ માનવામાં આવશે કે દેશદ્રોહી ઝાકીર નાઇકના આરોપ યોગ્ય છે. વર્ષ 2016માં ઝાકીર નાઇક ભારતમાંથી ભાગીને મલેશિયા જતો રહ્યો હતો, ત્યારે ત્યાંની સરકારને ઝાકિર નાઇકને રહેવા માટેની મંજૂરી આપી હતી. ભારતમાં નાઇક પર આરોપ છે કે તેને ભડકાવનારા ભાષણો આપ્યાં હતા, અને આતંકી પ્રવૃતિઓમાં સામેલ થવા યુવાનોને ભડકાવ્યા હતા. આરોપને લઈને ઝાકિર નાઇક ભારતમાં વોન્ટેડ છે.

(10:55 pm IST)