મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

હિન્દ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી :યુદ્ધ જહાજો અનેકવાર ભારતીય વિસ્તારમાં ઘુસ્યા : નૌસેના પ્રમુખ

નવી દિલ્હી : હિંદ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી રહી છે અને ભારતીય નૌકાદળ તેને ખુબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે. નેવલ ચીફ એડમિરલ કરમબીરસિંહે આ વાત કહી હતી. દિલ્હીના રાયસિના સંવાદમાં પેનલ ચર્ચામાં તેમણે કહ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના યુદ્ધ જહાજો આપણા વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પ્રવેશવાની ઘણી ઘટનાઓ બની છે. નૌકા સ્ટાફના વડાએ કહ્યું કે આ આપણા હિતોની ઘુસણખોરી છે અને નૌકાદળને આની જાણકારી છે.

(10:27 pm IST)