મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

આઇશી ઘોષના વિવાદિત શબ્‍દોઃ આ લડાઇમા આપણે કાશ્‍મીરને પાછળ નથી છોડી શકતાઃ આપણી સાથે જે થઇ રહ્યું છે તે આપણું બંધારણ છીનવી લેવા જેવું

     દિલ્લીની જામિયા મિલિયા ઇસ્‍લામીયા વિશ્વ વિદ્યાલયમાં ૧પ ડિસેમ્‍બરના પોલીસ કાર્યવાહી મંગળવારના ફરી એક વખત વિદ્યાર્થી પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી વિદ્યાર્થી દિલ્લી પોલીસ વિરૂદ્ધ એફઆઇઆરની માંગ કરી રહ્યા છે. જયારે જેએનયુની વિદ્યાર્થી આઇશી ઘોષ પણ આ દરમ્‍યાન ત્‍યાં પહોંચી.

        આઇશીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આ લડાઇમાં આપણે કાશ્‍મીરને પાછળ નથી છોડી શકતા. આપણી સાથે જે થઇ રહ્યું છે તે કયાંનને કાંય સરકારે ત્‍યાંથી શરૂ કર્યુ હતુ કે જે આપણા બંધારણને આપણાથી છીનવી લેશે. જાણકારી મુજબ જામીયા ના વિદ્યાર્થીઓનું સમર્થન કરવા જેએનયુ ઉપરાંત બીજા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થી પણ પ્રદર્શનમાં પહો઼ચ્‍યા છે. પ્રદર્શનકારી ગેટ નંબર ૭ અને ૮ પર મોટી સંખ્‍યામાં ભેગા થઇ પ્રદર્શન કરી રહ્યા છે.

(9:54 pm IST)