News of Wednesday, 15th January 2020
અમેરિકાના કેલિફોર્નિયામાં નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં વંશીય લખાણની ફરિયાદ
કેલિફોર્નિયા : હજુ એક માસ પહેલા જ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ઑરેંજવેલ ખાતે નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં કોઈ વંશીય લખાણ લખી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ગુરુદ્વારાના પુજારીએ આ અંગે જાણ કરતા હેટ ક્રાઇમ સમાન આ ઘટના અંગે પોલીસ ડિપાર્ટમેન્ટએ આ લખાણ ઉપર પિછડો ફેરવી દઈ તપાસ ચાલુ કરી દીધી છે.તેવું સમાચાર સૂત્રો જાણવા મળે છે.
(7:27 pm IST)