મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત અને બ્રાઝિલની સ્થાયી સભ્યતાને રશિયાએ કર્યું સમર્થન

સમાનતા પર આધારિત લોકશાહી વ્યવસ્થાને બળનો ઉપયોગ કરીને પ્રભાવિત કરી શકાય નહી

નવી દિલ્હી: વિશ્વની રાજનીતિ પર દિલ્હીમાં યોજાઈ રહેલા ગ્લોબલ સંમેલનમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બ્રાઝિલ અને ભારતની સ્થાયી સદસ્યતાનુ સમર્થન કર્યુ હતુ.

   રશિયન વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, સમાનતા પર આધારિત લોકશાહી વ્યવસ્થાને બળનો ઉપયોગ કરીને પ્રભાવિત કરી શકાય નહી.તેમણે સવાલ કર્યો હતો કે, એશિયા પેસિફિકને ઈન્ડો પેસિફિક કહેવાની શુ જરુર છે.જવાબ સ્પષ્ટ છે કે, ચીનને બહાર કાઢી શકાય.શબ્દોનો ઉપયોગ જોડવા માટે થવો જોઈએ નહી કે તોડવા માટે.બ્રિક્સ સંગઠનનુ ઉદાહરણ સામે જ છે.જેનો ઉપયોગ જોડવા માટે થાય છે નહી કે તોડવા માટે.

(3:39 pm IST)