મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અમેરિકા-ચીન પ્રથમ તબક્કાના વેપાર કરાર પર કરશે હસ્તાક્ષર : ટ્રેડ ડીલ છતાં તણાવ યથાવત

ભવિષ્યમાં ટેરિફમાં કાપ મુકવાની કોઈ વ્યવસ્થા નથી.

વોશિંગટન: અમેરિકા અને ચીન પહેલા તબક્કાના વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. દુનિયાભરના દેશોની નજર મંડાયેલી હતી કે બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે કોઈ સુમેળ સાથે આ ટ્રેડ વોરનો અંત આવે. પરંતુ અમેરિકાની ચાલ જોતા લાગે છે કે તણાવ યથાવત રહેશે.

અમેરિકાના અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ કરારથી ચીનના અબજો ડોલરના સામાન પર લાગેલ શુલ્ક પરત લેવામાં નહિં આવે. અમેરિકાના નાણા વિભાગ અને અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય તરફથી જારી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં ટેરિફમાં કાપ મુકવાની કોઈ વ્યવસ્થા નથી. આ બાબતે અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે

 બીજીતરફ બ્લૂમબર્ગના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના અબજો ડોલરના સામાન પર શુલ્કે આ વર્ષે નવેમ્બરમાં અમેરિકી રાષ્ટ્રપતે પદની ચૂંટણી લુધી જારી રહેશે. ત્યાર બાદ તેને હટાવવામાં આવે તેવું બને.

(1:59 pm IST)