મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અમેરિકાના ટેક્સાસમાં આવેલી હાઈસ્કૂલમાં ગોળીબાર : એક સ્ટુડન્ટનું મૃત્યુ : આરોપીની ધરપકડ

હયુસ્ટન : અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક હાઈસ્કૂલમાં ગોળીબાર થતા એક સ્ટુડન્ટનું મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગઈકાલ મંગળવાર થયેલા ગોળીબારથી એક સ્ટુડન્ટનું મૃત્યુ થયાના અહેવાલને હ્યુસ્ટન  સ્કૂલ દ્વારા પુષ્ટિ અપાઈ છે.આજ બુધવારે સ્કૂલમાં રજા રાખી દેવાઈ છે.ગોળીબાર સ્કૂલ પરિસરની અંદર થયો હતો કે બહાર તે અંગે ચોખવટ કરાઈ નથી . આરોપીની ધરપકડ કરાઈ છે.

(1:10 pm IST)