મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવવા વિચારે છે

વોશિંગ્ટન, તા.૧૫: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારતની મુલાકાતે આવવા વિચારે છે, એમ અમેરિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું છે.

ટ્રમ્પ જો આવશે તો ભારતમાં એમની પહેલી જ મુલાકાત હશે.

ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં આવતા અઠવાડિયાથી ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ કાર્યવાહી પણ શરૂ થવાની છે.

ટ્રમ્પની ભારત મુલાકાતની અનુકૂળ તારીખો નક્કી કરવા માટે બંને દેશના અધિકારીઓ પરસ્પર સંપર્કમાં છે.

(1:06 pm IST)