મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ઇરાને ઇરાકમાં અમેરીકી લશ્કરને ફરી નિશાન બનાવ્યું: કત્યુશા રોકેટ ઝીંકયા

બગદાદના ઉત્ત્।રમાં અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધન સેનાઓની હાજરીવાળા એક ઇરાકી એરબેઝને કત્યુશા રોકેટથી નિશાન બનાવ્યાની માહિતી સામે આવી છે. ઇરાકી સેનાએ આ અંગેની માહિતી આપી હતી. આ પ્રતિષ્ઠાનો પર અમેરિકન સૈનિક તૈનાત છે. ઇરાકી સેનાએ નિવેદનમાં કહ્યું કે જો કે તાજી સ્થિત શિબિર પર રોકેટ દાગવામાં આવ્યા છે તેમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

આની પહેલાં ઇરાકના અલ બલાદ એરબેઝ પર ૮ મોર્ટાર દાગવામાં આવ્યા હતા, તેમાં ૭ મોર્ટારે એરબેઝના રનવેને નુકસાન પહોંચાડ્યું હતુ. આ હુમલામાં ઇરાક સેનાના ચાર જવાન દ્યાયલ થયા હતા. જો કે આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નથી. અમેરિકા આરોપ લગાવી ચૂકયું છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત ગ્રૂપની તરફથી આ હુમલો કરાઇ રહ્યો છે.

ઇરાકની રાજધાની બગદાદથી લગભગ ૯૦ કિલોમીટર દૂર આવેલા એરબેઝ પર આ હુમલો સોમવાર સાંજે થયો હતો, જેમાં ચાર જવાન દ્યાયલ થયા હતા અને બિલ્ડિંગને પણ નુકસાન થયુ હતું. બલાદ એરબેઝ ઇરાકનું સૌથી મોટું એરબેઝ છે. અમેરિકન સેન તેને લોજિસ્ટિકસ સપોર્ટ એકિટવિટી (એલએસએ) એનાકોન્ડાના નામથી ઓળખાય છે.

એરબેઝમાં કેટલાંય અમેરિકન સૈનિક અને ઇરાકી એફ-૧૬ વિમાન ઉડાડનાર એક અમેરિકન કંપનીના સલાહકાર રહેતા હતા, પરંતુ અમેરિકાના નેતૃત્વવાળા આંતરરાષ્ટ્રીય ગઠબંધનને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ની વિરૂદ્ઘ પોતાનું અભિયાન સ્થગિત કરવાની જાહેરાત કર્યા બાદ તેઓ લગભગ એક સપ્તાહ પહેલાં ત્યાંથી જતા રહ્યા હતા.

આ હુમલો ઇરાકી ઇરાન સમર્થિત શિયા મિલીશિયા અસૈબ અહલ અલ-હકના નેતા કૈસ અલ-ખજાલીના નિવેદનના થોડાંક દિવસ બાદ આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાનના સૈન્ય કમાન્ડરના મોતના બદલામાં ઇરાનનો શરૂઆતી જવાબ આવી ચૂકયો છે અને ઇરાકને અમેરિકન હવાઇ હુમલાનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.

(1:03 pm IST)