મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

રાહુલ ગાંધીનો બજેટ પૂર્વે પીએમ મોદી પર કટાક્ષ : ઉદ્યોગપતિ સાથેની મીટીંગને કહ્યું 'શૂટબુટ બજેટ'

દીના સૌથી મોટા સલાહકાર મૂડીપતિઓની ગઠજોડ, મૂડીપતિ મિત્ર અને કેટલાંક અમીર દોસ્તો સુધી જ સીમિત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સામાન્ય બજેટ પૂર્વે અર્થશાસ્ત્રીઓ અને અલગ અલગ વિભાગના નિષ્ણાતો સાથે નીતિ આયોગમા એક બેઠક કરી હતી. જેમા દેશની આર્થિક વૃદ્ધીના ઉપાયો અને અર્થ વ્યવસ્થામા સુધાર માટે ચર્ચા કરવામા આવી અને સૂચનો પણ માંગવામા આવ્યા હતા. તેમજ પીએમ મોદીએ પણ કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધાર માટે કોઈપણ ભલામણ આવકાર્ય છે. તેનો અભ્યાસ કરીને લાગુ કરવામા આવશે.

જો કે આ બેઠક પર નિશાન તાકતા કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ શૂટ- બુટ બજેટની તૈયારીઓ છે. રાહુલ ગાંધીએ આ બેઠકને ઉદ્યોગપતિને ફાયદો પહોંચડાનારી ગણાવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે બજેટ પર મોદીના સૌથી મોટા સલાહકાર મૂડીપતિઓની ગઠજોડ, મૂડીપતિ મિત્ર અને કેટલાંક અમીર દોસ્તો સુધી જ સીમિત છે. તેમને અમારા ખેડૂતો, વિધાર્થીઓ , યુવાનો, મહિલાઓ અને જાહેર એકમમાં કામ કરનારા લોકોના હિત અને તકલીફોની કોઈ ચિંતા નથી. ન તો નાના વેપારી એ મધ્યમ વર્ગના કરદાતાની.રાહુલ ગાંધીએ આ ટ્વીટની સાથે શૂટબુટ બજેટ પણ લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજુ કરશે. કેન્દ્રીય બજેટની તૈયારીના ભાગરૂપે પીએમ મોદીએ ટ્વીટ કરીને જનતા પાસે બજેટ માટે સલાહ માંગી હતી. ૫ જાન્યુઆરીએ માયગવ હેન્ડલ થી બજેટને લઈને ટ્વીટ કરીને ખેડૂતની હાલત અને શિક્ષણમા સુધાર અંગે સૂચનો માંગ્યા હતા.

(12:32 pm IST)