મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અલવિદા

BBC રેડિયોની હિંદી સેવા બંધ થશે

૩૧ જાન્યુઆરીએ અંતિમ પ્રસારણ થશે

નવી દિલ્હી, તા. ૧પ : દાયકાઓથી લોકપ્રિય બીબીસી રેડિયો પ્રસારણની હિન્દી સેવા ૩૧મી જાન્યુઆરીથી બંધ થશે.

૧૯૪૦માં ૧૧મી મેથી શરૂ થયેલી હિન્દી સેવાને છેલ્લા ૧ દાયકાથી બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. જે હવે પૂરી થશે.

'નમસ્કાર ભારત' નું અંતિમ પ્રસારણ ર૭ ડિસે.એ થયું અને હવે તેનો એક માત્ર બચેલો કાર્યક્રમ 'દિનભર'નું અંતિમ પ્રસારણ ૩૧ જાન્યુ.ના રોજ સાંજે ૭-૩૦ કલાકે થશે.  રેડિયો શ્રોતાઓની સતત ઘટતી સંખ્યાને જોતા બીબીસીએ હિન્દીમાં શોર્ટવેબ રેડિયો પ્રસારણ બંધ કરવાનો ફેંસલો લીધો છે.

(12:08 pm IST)