મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

લાહોર હાઈકોર્ટનો મોટો નિર્ણય

પાકના પૂર્વ તાનાશાહ મુશર્રફની મોતની સજા રદ્દ

લાહોર,તા.૧૫: પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ સૈનિક તાનાશાહ પરવેઝ મુશર્રફને મોટી રાહત આપી છે. કોર્ટે મુશર્રફની મોતની સજા રદ્દ કરતા તેની વિરુદ્ઘ દેશદ્રોહના મામલાની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતને ગેરબંધારણીય ગણાવી છે. ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે દેશદ્રોહના મામલામાં પાછલા વર્ષે ૧૭ ડિસેમ્બરે ૭૪ વર્ષીય મુશર્રફને મોતની સજા સંભળાવી હતી. દેશદ્રોહના આ મામલો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની સરકારે ૨૦૧૩માં નોંધાવ્યો હતો. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ નિર્ણય આવ્યો હતો.

લાહોર હાઈ કોર્ટના જસ્ટિસ સૈયદ મજહર અલી અકબર નકવી, જસ્ટિસ મુહમ્મદ અમીર ભટ્ટી અને જસ્ટિસ ચૌધરી મસૂદ જહાંગીરની ત્રણ સભ્યોની પૂર્ણ પીઠે સર્વસંમત્ત્િ।થી મુશર્રફ વિરુદ્ઘ મામલાની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતને ગેરબંધારણીય જાહેર કરી છે. પીઠે તે પણ કહ્યું કે, મુશર્રફ વિરુદ્ઘ દેશદ્રોહનો ામલો કાયદાની દ્રષ્ટિએ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો નથી. દૈનિક ડોનના રિપોર્ટમાં સરકાર અને મુશર્રફના વકીલોને કોટ કરતા કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના નિર્ણય બાદ વિશેષ કોર્ટનો નિર્ણય નિષ્પ્રભાવી થઈ ગયો છે.

હાઈકોર્ટે આ નિર્ણય મુશર્રફની અરજી પર સંભળાવ્યો, જેમાં તેણે વિશેષ અદાલતની રચનાને પડકારી હતી. મુશર્રફે તેમની અરજી પર નિર્ણય આવ્યા સુધી વિશેષ કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની સાથે તેને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે મુશર્રફ ૧૯૯૯માં નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સૈનિક શાસક બન્યા હતા. ઓગસ્ટ, ૨૦૦૮માં તેણે પદ છોડવું પડ્યું હતું અને તે દેશની બહાર ચાલ્યા ગયા હતા. ૨૦૧૩માં તે પાકિસ્તાન પરત આવ્યા હતા. પરંતુ તેના ત્રણ વર્ષ બાદ ફરી દુબઈ ગયા અને ત્યારથી ત્યાં રહે છે.

પરવેઝ મુશર્રફે ૧૯૯૯થી ૨૦૦૮ સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. આ સમયે તે દુબઈમાં છે. પીએમએલ-એન સરકારે ૨૦૧૩મા પૂર્વ સેના પ્રમુખ વિરુદ્ઘ ૨૦૦૭માં આપાતકાલ લગાવવા વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેના પર સુનાવણી માટે એક વિશેષ કોર્ટની રચના કરવામાં આવી હતી, જેણે મુશર્રફને ફાંસીની સજા સંભળાવી હતી.

(12:06 pm IST)