મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

અપરાધમાં સજા માત્રથી જ ન થઈ શકે બરતરફી

પ્રયાગરાજ, તા. ૧૫ :. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યુ છે કે ફકત આપરાધીક મામલામાં સજા માત્રથી કોઈ સરકારી કર્મચારીની બરતરફી થઈ ન શકે. એ કર્મચારીના આચરણ પણ વિચાર કરી નિર્ણય લેવાય તે જરૂરી છે. કોર્ટે એસએસપી ઝાંસીને અરજીકર્તાના બરતરફીના આદેશને રદ્દ કરતા નવેસરથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

આ આદેશ જસ્ટીશ કેસરવાનીએ કોન્સ્ટેબલ રામ કિસાનની અરજીનો સ્વીકાર કરતા આપ્યો છે. સુપ્રિમ કોર્ટના ફેંસલાના કાનૂની સિદ્ધાંતોના આધારે કોર્ટે કહ્યુ છે કે નૈતિક અપરાધની સ્થિતિમાં સેવાને અસર થાય છે.

અત્રે નોંધનીય છે કે અરજદારને હત્યાના આરોપમાં આજીવન કારાવાસ અને ૧૦,૦૦૦નો દંડ કરવાની સજા ફરમાવાય છે. અપીલમાં તેને જામીન મળ્યા છે. એસએસપીએ સજા હોવાનું કારણ બરતરફી આપ્યુ હતુ. જેની વિરૂદ્ધ આ અરજી દાખલ થઈ હતી. કોર્ટે કહ્યુ છે કે આચરણ પર વિચાર કરી નિર્ણય લેવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યુ છે કે જો અરજદાર બહાલ થાય તો પડતર પગાર સહિત પીએફ વગેરે મેળવવા તે હક્કદાર છે.

(12:05 pm IST)