મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

નિર્ભયા કેસઃ ૨૨મીએ ફાંસી નક્કી સુપ્રીમ કોર્ટ વિનય અને મુકેશની કયૂરેટિવ પિટીશન ફગાવીઃ ૨૨મીએ ફાંસી નક્કી

નિર્ભયા કેસના ચાર દોષિતોની પાસે હજુ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ બચ્યો છે

નવી દિલ્હી, તા.૧૫: દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટથી ડઙ્ખથ વાઙ્ખરન્ટ જાહેર થયા બાદ બે દોષિતો વિનય અને મુકેશ તરફથી કરવામાં આવેલી કયૂરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરી દીધી છે. ફાંસીની તારીખ નક્કી થયા બાદ દોષી વિનય શર્મા અને મુકેશ સિંહે કયૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. જસ્ટિસ એન.વી. રમન્ના, અરુણ મિશ્રા, આરએફ નરીમન, આર. ભાનુમતિ અને અશોક ભૂષણની બેન્ચે આ મામલે સુનાવણી કરી. એવામાં નિર્ભયાના દોષિતોને ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. જોકે, હજુ તેમની પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ બચ્યો છે.

નિર્ભયાના દોષી વિનય શર્માના વકીલ એ.પી સિંહે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ૯ જાન્યુઆરી અને મુકેશ સિંહની વકીલ વૃંદા ગ્રોવરે ૧૦ જાન્યુઆરીના રોજ કયૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. પિટીશનમાં બંને દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માંગ કરી છે. વિનયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટે મીડિયા અને નેતાઓના દબાણમાં આવીને તેમને દોષી ઠેરવ્યા છે. ગરીબ હોવાના કારણે તેમને મોતની સજા ફટકારવામાં આવી છે. વિનયે દલીલ કરી કે જેસિકા લાલ હત્યા કેસમાં દોષી મુન શર્માએ નૃશંસ અને અકારણ હત્યા કરી હતી, પરંતુ તેને માત્ર આજીવન કેદની સજા આપવામાં આવી હતી.

નિર્ભયાની માતાએ કહ્યું, ૨૨ જાન્યુઆરીએ દીકરીને ન્યાય મળશે

દોષિતોની કયૂરેટિવ પિટીશન ફગાવાતાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, દોષિતોએ ફાંસીમાં વિલંબ કરવા માટે કયૂરેટિવ પિટીશન કરી હતી. આજનો દિવસ અમારા માટે બહુ મહત્વનો છે. હું છેલ્લા ૭ વર્ષથી સંદ્યર્ષ કરી રહી હતી. પરંતુ સૌથી મહત્વનો દિવસ ૨૨ જાન્યુઆરી હશે જયારે ચારેય દોષિતોને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે. ૨૨ જાન્યુઆરીએ જ મારી દીકરીને ન્યાય મળશે.

૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ નિર્ભયા ગેંગરેપનો શિકાર થઈ હતી. ૯ મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૩માં નીચલી કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. માર્ચ ૨૦૧૪માં હાઈકોર્ટ અને ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા બરકરાર રાખી હતી. આ ક્રૂર કાંડના એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી, જયારે એક અન્ય દોષી સગીર હતો અને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રહ્યા બાદ તેને મુકત કરવામાં આવ્યો હતો.

(12:02 pm IST)