મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

દેશભરમાં આજથી FASTag ફરજીયાત, કઇ શરત પર હાઈવે પર ચલાવી શકશો ફ્રી વાહન?

નવી દિલ્હી, તા.૧૫: નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાઓ પર આજથી ફાસ્ટ ટેગ ફરજીયાત થઈ જશે. હજુ પણ લગભગ ૫૦ ટકા વાહનચાલકો ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે NHAIએ ફાસ્ટ ટેગને લઈ જાણકારી આપતા કહ્યું છે કે, જો ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ રીડ ન થઈ શકે તો, મુસાફરોને ફ્રી યાત્રા કરવાની તક મળશે.

નેશનલ હાઈવે કર નિર્ધારણ અને સંગ્રહ સંશોધન નિયમ 2018 GSR 427E 07.05.2018ની સૂચના મુજબ, ટોલ પ્લાઝા પર સ્થિત ફાસ્ટ ટેગ મશીનો તેને સ્કેન કરવામાં નિષ્ફળ જાય તો, વાહનોને ટોલ ફ્રી મુસાફરી કરવાની છૂટ છે.

Fastag એક પ્રીપેડ રિચાર્જેબલ ટેગ સેવા છે, જે હાઈવે પર કર માટે સ્વયંસંચાલિત ચૂકવણી કરવાની અનુમતિ આપે છે. આ ટેગ ન માત્ર વાહનચાલકના સમયને બચાવે છે, પરંતુ તે પણ સુનિશ્ચિત કરે છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થતા દરેક વાહનનું સ્કેન કરવામાં આવે છે અને તેનો હિસાબ કરવામાં આવે છે.

આ સિસ્ટમને લાગુ કરવાની પાછળ સૌથી મોટું કારણ લોકોને ટ્રાફિકજામથી મુકિત આપવાનો છે. કારણ કે, ટોલ પ્લાઝા કેશલેસ ન હોવાથી જયાં સુધી લોકો પર્ચી નથી કઢાવતા, ત્યાં સુધી ટ્રાફિકડજામ હટતો નથી. આ સીસ્ટમ પૂર્ણ રીતે અમલમાં આવ્યા બાદ ટ્રાફિકથી મુકિત મળી જશે.

ફાસ્ટ ટેગ સ્ટીકર લગાવ્યા બાદ તમને એક આઈડી મળશે, જે તમારું એકાઉન્ટ હશે. આ એકાઉન્ટમાં વાહનચાલક ઓછામાં ઓછું ૧૦૦ રૂપીયાનું બેલેન્સ રાખવું પડશે. જો તમે એકાઉન્ટમાં બેલેન્સ નહી રાખો તો, તમારુ એકાઉન્ટ બ્લેક લિસ્ટ થઈ જશે. ઉદાહરણ માટે જો તમે ૫૦૦ રૂપીયાનું રીચાર્જ કરાવો છો તો, તમારા ફાસ્ટ ટેગ એકાઉન્ટમાં ચાલ્યું જશે. પછી તમે જે ટોલ પ્લાઝા પરથી પસાર થશો, ત્યાંથી તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવશે. જો તમારા ખાતામાં બેલેન્સ સમાપ્ત થઈ રહ્યું છે, તો પછી તમે કોઈપણ ટોલ પ્લાઝાથી રિચાર્જ કરી શકશો.

(11:59 am IST)