મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

દુબઇમાં વસતા ગુજરાતીઓ વચ્ચે પ્રથમ વખત જામશે ક્રિકેટ જંગ

કલાસીક કોન્સેપ્ટના સોનલબેન રાવલ અને એ.કે.પી. કિચનવેરના પ્રિતેશ અનડકટ દ્વારા ભવ્ય આયોજન : પ્રેક્ષકો માટે વિનામૂલ્યે પ્રવેશ

રાજકોટ, તા.૧પ : શારજાહા ખાતે આગામી તા.ર૩/ ર૪ના રોજ દુબઇમાં વસતા ગુજરાતી વચ્ચે પ્રથમ વખત ક્રિકેટ જંગનો રોમાંચક મુકાબલો યોજાશે.

કલાસીક કોન્સેપ્ટના સોનલબેન રાવલ અને એ.કે.પી. કિચન ઇકવિપમેન્ટના કર્તા રાજકોટના પ્રિતેશભાઇ અનડકટ દ્વારા પ્રથમ વખત આયોજીત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે. જેમાં રાજકોટ ટાઇગર્સ, અમદાવાદ લાયન્સ, જામનગર રોયલ્સ, બરોડા કિગ્સ, સુલતાન ઓફ સુરત અને ભાવનગર ટાયકુન્સ વચ્ચે જંગ જામશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે.

સોનલબેન રાવલ અને પ્રિતેશભાઇ અનડકટના સહિયારા આયોજનમાં ફિલ્મ સ્ટાર સન્ની  પંચોલી વિશેષ ઉપસ્થિત રહી ક્રિકેટરોનો અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારશે.

આ ઉપરાંત યુ.એ.ઇ.ના લોહાણા મહાપરિષદના હરેશ પવાની ભરતભાઇ રૂપારેલીયા તેમજ ગુજરાતી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

શારજાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આગામી ર૩ અને ર૪ જાન્યુઆરીએ યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રેક્ષકો માટે તદન નિઃસુલ્ક એન્ટ્રી હોય આયોજક સોનલબેન રાવલ અને પ્રિતેશભાઇ અનડકટ દ્વારા લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:34 am IST)