News of Wednesday, 15th January 2020
વધુ એક સહકારી બેન્કમાં ૩૦૦ કરોડનું કૌભાંડ
રીઝર્વ બેન્કે કલમ ૩૫-એ હેઠળ નિયંત્રણો મૂકયા
બેંગ્લોર, તા. ૧૫ :. મહારાષ્ટ્રની પીએમસી બેન્ક બાદ રીઝર્વ બેન્કે બેંગ્લોર સ્થિત શ્રી ગુરૂ રાઘવેન્દ્ર સહકારી બેન્ક ઉપર પ્રતિબંધો મુકયા છે. કથિત કૌભાંડને પગલે રીઝર્વ બેન્કે આકરૂ પગલુ લીધુ છે.
હવે આ બેન્ક કોઈપણ પ્રકારની લોન આપી નહિ શકે. ઉપરાંત બેન્કના ગ્રાહકો માત્ર ૩૫૦૦૦ રૂ. સુધી જ ઉપાડી શકશે. રીઝર્વ બેન્કે આ બેન્ક સામે ૩૫-એ હેઠળ કાર્યવાહી કરી છે.
આ બેન્કના લોન ખાતાઓમાં ૩૦૦ કરોડનું કૌભાંડ થયાનુ કહેવાય છે. બેન્કમાં હાલ ૯૦૦૦ ખાતા છે અને બેંગ્લોરમાં તેની ૧૦ શાખાઓ છે. ૧૯૯૭માં આ બેન્ક શરૂ થઈ હતી. ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી સૌથી ઓછુ એનપીએ હતુ, હવે ૬૨ ખાતામાં ૩૦૦ કરોડનું એનપીએ થયુ છે.(૨-૧)
(10:02 am IST)