મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

ડીએસપી દેવેન્દ્રસિંહના આતંકવાદી સાથેના સંબંધને લઈને તપાસ NIAને સોંપાઈ

એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીરમાં ધામા નાખ્યા

 

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરમાં DSP દેવેન્દ્ર સિંહને લઈને વિવાદ વધી રહ્યો છે. ગૃહ મંત્રાલયે તપાસ એનઆઈએને સોંપી છે. જેને લઈને એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીરમાં ધામા નાખ્યા છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે DSP દેવેન્દ્ર સિંહે આતંકવાદીઓને આશરો આપ્યો હતો. તેને રોકાવા માટે તેમના ઘરમાં વ્યવસ્થા કરી આપી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કામ માટે મોટી રકમ DSP લીધી હતી

બંને આતંકવાદીઓ મુજાહિદ્દીન સાથે સંબંધ ધરાવે છે. તેના નામ નાવેદ બાબૂ અને અલ્તાફ બાબૂ છે. શ્રીનગરના બાદામી બાગમાં બંને આતંકીઓને રહેવાની વ્યવસ્થા ડીસીપી દેવેન્દ્રસિંહે કરી આપી હતી. જો કે મામલે કોઈ નોટિફિકેશન સરકારે જાહેર કર્યું નથી. DSP દેવેન્દ્રસિંહ પર વોચ રાખવામાં આવી રહી હતી અને બાદમાં તેમને આતંકવાદીઓની સાથે ઝડપી લેવાયા છે.

11 જાન્યુઆરીના રોજ જ્યારે તેઓ પોતાના ઘરથી આઈ-10 ગાડીમાં સવાર થઈને નીકળી છે. ત્યારે તેમની પાછળ એક ટીમ હતી અને જવાહર ટનલ પાસે પોલીસે તેમને ઘેરીને હિજબુલના બે આતંકવાદીઓની સાથે ઝડપી લીધા હતા. તેમની પર 12 લાખ રુપિયા લેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. બાદમાં ગૃહ મંત્રાલયે કેસમાં ક્યાં ક્યાં DSPની સંડોવણી છે અને કેટલા આતંકીઓની સાથે સંબંધ છે તે અંગે વધારે જાણકારી મેળવવા માટે તપાસ એનઆઈએને સોંપી છે. .

(9:58 pm IST)