મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

અંગત અદાવતમાં CISFનાં જવાને પોતાનાં સહિત સાથીને પણ મારી ગોળી: બંનેનાં મોત

ઉધમપુરમાં CISFનાં બેઇઝ કેમ્પમાં બનાવ : ફાયરીંગમાં અન્ય જવાન પણ ઘાયલ

 

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ - CISFનાં બેઇઝ કેમ્પમાં સૈનિકો વચ્ચે અંદરો અંદરની ઝઘડામાં એક સીઆઈએસએફ જવાને પોતાની સર્વિસ રાઇફલમાંથી પોતાના સાથીદાર જવાનને ગોળી મારી દીધી હતી. અને બાદમાં જવાન દ્વારા પોતાની જાતને પણ સૂટ કરી દેવામા આવી હતી. દુર્ધટનામાં બંને જવાનનાં મોત નિપજ્યા છે, તો ફાયરીંગમાં અન્ય જવાન પણ ઘાયલ થયાની વિગતો સામે આવી રહી છે.

ગાળીબારમાં બંને સૈનિકોનું સ્થળ પર મોત નીપજ્યું છે. કેસમાં, પોલીસ અને સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યો છે. પોલીસે બંને જવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે

(9:51 pm IST)