મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

મુંબઈમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચમાં CAAનો વિરોધ: ટી-શર્ટ પર લખ્યા નારા

રોધની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી.

 

મુંબઈમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે થઈ રહેલી મેચ દરમિયાન કેટલાક દર્શકોએ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. લોકોએ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમનાં પેવિલિયનમાં સીએએ અને એનપીઆરનાં વિરોધમાં ટી-શર્ટ પહેરીને સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો. વિરોધની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી. પ્રદર્શન તે સમયે થયું જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની સાથે એકદિવસીય મેચ રમી રહી છે.

વિરોધ કરનારા આ દર્શકોએ કહ્યું કે, 'અમને ફક્ત એ વાતનો અફસોસ છે કે પ્રદર્શનો દરમિયાન નરેન્દ્ર મોદીએ એકપણ વાર વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી. અમે પોતાના પીએમ સાથે વાત નથી કરી શકતા. અમે એ માટે જ વિરોધ કરવા ગયા કે પીએમ નરેન્દ્ર મોદી અમારી સાથે વાત કરે. પીએમ નરેન્દ્ર મોદી મોટા લોકોને બોલાવે છે તો પછી વિદ્યાર્થીઓ સાથે શું નારાજગી છે?'

(9:50 pm IST)