મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીના તમામ 70 ઉમેદવાર જાહેર

અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ઝુકાવશે : તમામ મંત્રીઓને ટિકિટ અપાઈ

 

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત નવી દિલ્હીની સીટ પરથી ચૂંટણી લડશે. ડિપ્ટી સીએમ મનિષ સિસોદિયા પડપટગંજથી વિધાનસભાની ચૂંટણી લડશે.

મંત્રી ગોપાલ રાય બાબરપુરથી, ,સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી, ઇમરાન હુસૈન બલ્લીમરાનથી, આતિશી કાલકાજીથી, રાઘવેન્દ્ર ચઢ્ઢા રાજેન્દ્ર નગરથી, દિલીપ પાંડે તિમારપુરથી, રાજેન્દ્ર પાલ ગૌતમ સીમાપુરીથી, રામનિવાસ ગોયલ શાહદરાથી ચૂંટણી લડશે. વખતની ચૂંટણીમાં આપના 15 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જોકે કોઈ મંત્રીની ટિકિટ કાપવામાં આવી નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 2689 સ્થાનો પર કુલ 13,750 મતદાતા કેન્દ્ર રહેશે. 3750 પોલિંગ બુથ પર લગભગ 1.46 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

(9:16 pm IST)