મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતના નાગરિકતા કાનૂનને સમર્થન આપતી રેલી યોજાઈ : 200 ઉપરાંત ભારતીયો જોડાયા : પડોશી દેશોમાં વસતા લઘુમતી હિંદુઓ ,ખ્રિસ્તીઓ ,જૈન ,શીખ ,તેમજ પારસીઓને નાગરિકતા આપવાના કૃત્યને બિરદાવ્યું

કેલિફોર્નિયા : તાજેતરમાં 5 જાન્યુઆરી 2020 ના રોજ કેલિફોર્નિયાના સ્ટેટ કેપિટલમાં ભારતીય નાગરિકતા કાનૂનને સમર્થન આપતી રેલી યોજાઈ હતી.ન્યુ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ રેલીમાં 200 ઉપરાંત ભારતીયો જોડાયા હતા જેમણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા તથા ભારતના પડોશી દેશોમાં શોષણ તથા હિંસાનો ભોગ બનતા લઘુમતી કોમના હિંદુઓ ,ખ્રિસ્તીઓ ,શીખો ,બુદ્ધિસ્ટ ,જૈન ,તેમજ પારસી કોમને ભારતનું નાગરિકત્વ આપવાના નિર્ણયને બિરદાવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)