મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

કાલે ભારત આવતા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસનો હજારો વેપારીઓ અભૂતપૂર્વ વિરોધ કરશે

એમેઝોન ડોટ કોમના સ્થાપક જેફ બેઝોસ તેમની ટૂંકી ભારતની મુલાકાત દરમિયાન અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન દ્વારા આવકારવામાં આવે તેવી સંભાવના છે, હજારોના સ્થાનિક રિટેલરોએ એમેઝોન દ્વારા વસ્તુઓની કિંમત નક્કી કરવા અને એક્સક્યૂઝિવ વેચાણ કરવાની પ્રથા વિરોધ દર્શવયો હતો. એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ નાના અને મધ્યમ વેપારીઓ માટેના સેમિનાર 'સંભવ'ને સંબોધશે. જે કાલે બુધવારે નવી દિલ્હીમાં શરૂ થાય છે. એમેઝોન ઈન્ડિયા વડા અમિત અગ્રવાલ, ઈન્ફોસિસ લિના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને અબજોપતિ કિશોર બિયા પણ તેમની સાથે જોડાશે.

 

(7:58 pm IST)