મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે : અમેરિકન સાંસદ મહિલા ડેબી ઝિંગલ

વોશિંગટન  : ભારતના કાશ્મીરમાં નજરકેદ રાખવામાં આવેલા નેતાઓ તેમજ ઇન્ટરનેટ સેવાઓ ઉપર  સરકારના પ્રતિબંધને લઇને  અમેરિકન સાંસદ મહિલા ડેબી ઝિંગલએ વિરોધ વ્યક્ત કર્યો છે.તથા આ બાબતને માનવ અધિકારના ઉલ્લંઘન સમાન ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન સાંસદ  મહિલા સુશ્રી પ્રમીલા જયપાલે આ અંગે જાહેર વિરોધ કરી નારાજગી વ્યક્ત કરતું બિલ પણ રજૂ કર્યું છે તેવું જાણવા મળે છે.

 

(12:36 pm IST)