મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે મેધદુત એપ લોન્ચ :તમામ ઋતુમાં સચોટ આગાહી મળશે

ખેડૂતો જાતે જ વાતાવરણના ફેરફારના આસાનીથી સમજી શકશે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે મેધદુત એપ લોન્ચ કરાઇ છે. આ એપથી ખેડુતો આગામી દિવસના ફોરકાસ્ટની સાથે સાથે વરસાદથી પાકને નુકશાન થાય તો તેને કેવી રીતે બચાવી શકાય તે માહિતી પણ આસાનીથી મેળવી શકશે. આ એપ્લીકેશનથી ખેડૂતોને તમામ ઋતુમાં સચોટ આગાહી પ્રાપ્ત થશે. આ એપ્લીકેશન ઈન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરાઇ છે. ખાસ કરીને દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે જેના ભાગરૂપે ભારતના ઋતુચક્રને ખરાબ અસર થઈ રહી છે.

  હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરવામાં આવેલી વરસાદની આગાહીને કારણે ખેડૂતો પોતાના પાકને થનારા નુકસાનને ઘટાડી શક્યા છે..પરંતુ હવે આ એપ્લીકેશનથી ખેડૂતો જાતે જ આગામી સમયમાં થનારા વાતાવરણના ફેરફારના આસાનીથી સમજી શકશે. આ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશનની સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઈપણ વ્યક્તિ ગણતરીની મિનિટોમાં જ હવામાનની આગોતરી માહિતી મેળવી શકે છે

(12:00 am IST)