મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

કોંગ્રેસે આસામના સીએમને આપી ઓફર : તમે જ મુખ્યમંત્રી રહેશો પરંતુ ભાજપ છોડો

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવલને ભાજપ છોડશે તો કોંગ્રેસ નવી સરકાર બનાવવા આપશે સમર્થન

નવી દિલ્હી : ઝારખંડની હારના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના હાથમાંથી વધુ એક રાજ્ય છીનવાવવાનું ચર્ચાઈ રહ્યુ છે.અસમ વિધાનસભામાં વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવલને ભાજપ છોડવા અને તેમની પાર્ટીના સમર્થનથી નવી સરકાર બનાવવાની રજૂઆત કરી છે.

   કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈકિયાએ કહ્યુ કે નવી સરકાર નાગરિકતા સંશોધન કાયદો અને ભાજપ વિરોધી હશે.

   CAAની યાદી જારી થયા બાદ અસમ કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયાએ કહ્યુ કે જો સોનોવલ પોતાના MLAની સાથે ભાજપ છોડે છે તો તેમની પાર્ટી સરકાર બનાવવામાં સોનોવાલની મદદ કરશે. એટલુ જ નહીં નવી સરકારમાં તે મુખ્યમંત્રી પણ હશે.

   સૈકિયાએ કહ્યુ કે અસમની વર્તમાન પરિસ્થતિ એ ઈશારો કરે છે કે સોનોવાલે ભાજપ છોડી દેવી જોઈએ. પોતાના 30 ધારાસભ્યોની સાથે નિર્દળીય તરીકે સરકારમાંથી બહાર આવી જવુ જોઈએ. અસમમાં ભાજપ વિરોધી સરકાર બનાવવા માટે તેમનુ સમર્થન કરશે અને તેમને ફરીથી સીએમ બનાવવામાં આવશે.

(12:00 am IST)