મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

અમેરિકાના ન્યુજર્સીમાં યુનાઇટેડ રૂદ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે હેલ્થ કેમ્પ યોજાયોઃ મોનરે એડલ્ટ ડે કેર સેન્ટર ખાતે ર૪ નવે. ર૦૧૯ ના રોજ યોજાયેલા કેમ્પમાં જુદા જુદા દર્દોનું વિનામૂલ્યે નિદાન કરી અપાયું

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજસીઃ યુ.એસ.ના  ન્યુજર્સીમાં તાજેતરમાં ર૪ નવે. ર૦૧૯ ના રોજ મોનરે એડલ્ટ ડે કેર સેન્ટર મુકામે હેલ્થકેમ્પ યોજાઇ ગયો.

યુનાઇટેડ રૂદ્ર ફાઉન્ડેશન શ્રી ક્રિશ્ન નિધિ ફાઉન્ડેશન વિઝનરી લાયન્સ કલબ, મોનરે એડલ્ટ ડે. કેર સેન્ટર તથા સ્વજન ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ હેલ્થ કેમ્પમાં ૩૮ થી ૪પ જેટલા વીમો નહી ધરાવતા અથવા ઓછો ધરાવતા દર્દીઓના નિદાન કરી અપાયા હતા.

તમામ દર્દીઓને વિનામૂલ્યે ફલુ રસી મુકી અપાઇ હતી તેમજ બ્લડ ટેસ્ટ, હિમોગ્લોબીન AIC ટેસ્ટ દાંતનુ નિદાન BMI તથા વેઇટ મેજરમેન્ટ મસલ્સ તથા પગના સાંધાઓનું નિદાન તેમજ આયુર્વેદિક કન્સલ્ટન્ટ ઉપરાંત ફીઝીશ્યનની સેવાઓ ઉપલબ્ધ કરાવાઇ હતી.

ઇન્સ્યૂરન્સ નહીં ધરાવતા લોકોને ઓબામા કેરનો લાભ લેવા સલાહ અપાઇ હતી. જેની છેલ્લી તારીખ ૧પ ડીસે. ર૦૧૯ છે.

હેલ્થકેમ્પમા નિષ્ણાંત ફીઝીશ્યન્સ  ડો. સુનિલ પરીખ, ડો. અક્ષય પટેલ, ડો. ટિકલ કંસારા ડેન્ટીસ્ટ ડો. શ્વેતા ગાંધી, ડો. શિલ્પા શાહ, ડો. અનિલ શાહ, ડો. યોગેશ જોશી, ડો. કીમ પટેલ, ઉષ્મા પટેલ, કુશ શાહ, અવન્તી લેબ, પ્રકાશ ચવાણ, સ્નેહલ પરીખ, હર્ષ તથા મિલી વ્યાસ, શ્રી તથા શ્રીમતિ દેસાઇ, જશવંત મોદી, જયશ્રી વ્યાસ, લીના ભટ્ટ, દિપ્તી વ્યાસ, કલ્પેશ મહંત સહિત વોલન્ટીઅર્સએ સેવાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન ન્યુજર્સી સ્ટેટનું અધિકૃત નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશન છે. વિશેષ માહિતી માટે ચેરમેન શ્રી કૌશિકભાઇ વ્યાસનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

 

(3:11 pm IST)